આમળાં વિશે આમ તો ઘણું લખાયું છે અને લખાતું રહેશે
પણ આજે વાત કરીએ આમળાં ના સ્વાસ્થ્ય વર્ધક ગુણો ની…હા આમ તો આમળાં સ્વાસ્થ્ય વર્ધક છે એ બધાને ખબર જ હશે..અને શિર્ષક માં પણ કોઈ અતિશયોક્તિ નથી આયુર્વેદ માં આમળાં નું વર્ણન અમૃત સમાન જ વર્ણવેલ છે.
અમૃત એટલે શું..? એ જ ને કે જેનાથી અમરત્વ પ્રાપ્ત થાય , જેનાથી સ્વસ્થ અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય (Logitivity) એ જ અમૃત કે જે ને મેળવવા દેવ અને દાનવ વચ્ચે યુધ્ધ થયેલું… આમળાં માં પણ એ અમૃતત્વ રહેલું છે કે જે ના દ્વારા સ્વાસ્થ્ય ટકાવી શકાય , યૌવન જાળવી શકાય (Cosmetic benifits) એટલે જ તો આયુર્વેદ માં આમળાં માટે કહેવાયું છે आमलकं वय: स्थापनानां। એટલે કે આમળાં એ આયુર્વેદ મુજબ best anti aging પ્રોપર્ટી ધરાવે છે. એટલે જ તો ચ્યવનપ્રાશ નું મુખ્ય ઘટક પણ આમળાં જ છે…આ ચ્યવનપ્રાશ ના સેવન દ્વારા જ ચ્યવન ઋષિએ નવયૌવન પ્રાપ્ત કર્યું હતું.
આમળાં ના ગુણધર્મ ની વાત કરીએ તો અમ્લ રસ પ્રધાન અને શીત વીર્ય છે તેથી જ આમળાં એ અમ્લ હોવા છતાં પિત્ત પ્રકોપ ન કરતાં પિત્ત નું શમન કરે છે એટલે જ તો પિત્ત પ્રકૃતિવાળા માટે ખટાશ નો best option છે . સૌથી મહત્વ નો છે આમળાં નો રસાયણ ગુણ આ રસાયણ એટલે કોઈ chemical ની વાત નથી પણ આયુર્વેદ માં રસાયણ એટલે એવા દ્રવ્યો કે જે શરીર ને સારા માં સારી રીતે પોષણ આપી સુદ્રઢ કરે અને વૃદ્ધત્વ ને અટકાવે . આમળાં નો ઉપયોગ ઔષધ તરીકે તો થાય જ છે અને ઘણા ઔષધ યોગો માં પણ આમળાં ઘટક દ્રવ્ય તરીકે વપરાય છે . પરંતુ આ ઋતુમાં જ્યારે આમળાં ભરપૂર માત્રામાં આવે છે ત્યારે તે ના આ રસાયણ ગુણ નો લાભ જરૂર થી લેવો જોઈએ… એટલે At least રોજ નું એક આમળુ તો અવશ્ય ખાવું જ જોઈએ.
આ ઉપરાંત અત્યારે કોરોના ના નવા વેરીયન્ટે (omicron) જ્યારે ફરી માથું ઊંચક્યું છે ત્યારે immunity booster અને vit c ( ગોળી ખાવી એના કરતાં તો સારું 😁) ના ભરપૂર સ્ત્રોત એવા આમળાં નું સેવન કરવું જ રહ્યું.