આયુર્વેદ એ સનાતન શાસ્ત્ર છે…
प्रयोजनं चास्य स्वस्थस्य स्वास्थ्यरक्षणमातुरस्य विकारप्रशमनं च।
આ ચરક સંહિતા નો શ્લોક આયુર્વેદ નું પ્રયોજન દર્શાવે છે. જેમાં પ્રથમ છે સ્વસ્થ વ્યક્તિ ના સ્વાસ્થ્ય નું રક્ષણ કરવું. આ પ્રયોજન નું મહત્વ જે કદાચ અત્યાર ના સમયમાં ભૂલાઈ ગયું તું એ કોરોના મહામારી એ પાછું યાદ અપાવ્યું છે…રોગ થવા અને પછી તેની ચિકિત્સા એ secondary goal છે. અને એટલે જ આયુર્વેદ ની મુખ્ય સંહિતાઓ ( बृहत्तत्रयी) જેવી કે ચરક સંહિતા ના સૂત્ર સ્થાન ના પ્રથમ અધ્યાય નું નામ દીર્ઘંજીવિતીય અને અષ્ટાંગ હૃદય ના સૂત્ર સ્થાન ના પ્રથમ અધ્યાય નું નામ આયુષ્કામીય છે.
એ જ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં સ્વસ્થ રહેવા નું અને સ્વાસ્થ્ય જાળવી રાખવા નું કેટલું મહત્વ હતું.
immunity, immunity booster, Life style modalities, preventive measures એ બધાં શબ્દો પછી આવ્યા અને યાદ પણ આ કોરોના એ કરાવ્યાંં…
પણ એ બધું જ અને Advance preventive concepts આપણાં આયુર્વેદ શાસ્ત્રમાં પહેલે થી જ બતાવેલા છે જેમ કે સ્વસ્થવૃત, દિનચર્યા, ઋતુચર્યા, સદવૃત્ત, રસાયન, આહાર વિધિ વગેરે… જો સિધ્ધાંતો ને અપનાવવા માં આવે તો ભવિષ્યમાં પણ કોઈ બિમારી ની વેક્સિન શોધાય તેની રાહ ન જોવી પડે…આ પણ એક આરોગ્ય વેક્સિન જ છે (without any age bar and pre registration ).
Moral of the story એ જ કે દરેક લોકો એ વધુ મા વધુ આપણા આયુર્વેદ ના સિદ્ધાંતો ને અનુસરવા અને પોતાના બાળકોને પણ અત્યાર થી જ ભવિષ્ય ની કોઇપણ બિમારી થી રક્ષણ આપવું…
દરેક વૈદ્ય મિત્રો ને પણ અપીલ કે વધુમાં વધુ આયુર્વેદ ના સ્વસ્થવૃત્ત ના સિદ્ધાંતો ને સમાજ માં સ્થાપિત કરવા…
#Letsgetayurvedified…
~ Vd.Pranali Arvindbhai Davda